Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદયપુર વચ્ચે નવી ટ્રેનોને આપી લીલી ઝંડી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે ગુજરાતમાં તેમનો બીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ આપી રહ્યા છે ત્યારે આજે અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પરથી તેમણે ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદયપુર વચ્ચે નવી ટ્રેનોને આપી લીલી ઝંડી આપી રવાના કરી. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસારવા રેલવે સ્ટેશનથી ઉત્તર-પૂર્વીય ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન માટે રૂપિયા 2900 કરોડથી વધારેના રેલ પ્રોજેકટ રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રીએ અસારવા-ઉદેપુર એક્સપ્રેસ તેમજ લુણીધાર- જેતલસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

    આ પ્રસંગે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલરાજ્યમંત્રી દર્શના જરદોષ ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. અસારવા-હિંમતનગર-ઉદયપુર તથા લુણીધાર-જેતલસર ગેજ પરિવર્તિત રેલખંડોને રાષ્ટ્રને સમર્પિત કર્યા. અસારવા-હિંમતનગર-ઉદયુપર ગેજ પરિવર્તન લાઈન લગભગ 300 કિમી લાંબી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુની ગેજ રેલ પ્રણાલી પર ભાર આપવામાં આવે છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં કનેકટીવીટી માટે આજે મોટો દિવસ છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply