પ્રધાનમંત્રીની આજે નવસારીની મુલાકાતને લઈને નારી શક્તિમાં ભરપૂર ઉત્સાહ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં 60 હજાર કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મહેસાણા ખાતે વિવિધ વિભાગો હેઠળ ₹13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં તરભ ગામે વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના અને દર્શન કરશે. ગુજરાતમાં માર્ગ, રેલ, ઊર્જા, આરોગ્ય, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, શહેરી વિકાસ, પાણી પુરવઠો, પ્રવાસન સહિતના ક્ષેત્રોને મોટો વેગ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી આવવાને લઈને નારી શક્તિમાં પૂરેપૂરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી રહી છે. મહિલાઓનું કહેવું છે કે મહિલાઓ માટે જેટલું કામ મોદી સરકારે કર્યું છે એટલું કોઈએ કર્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો નવસારી પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રીને પેઇન્ટિંગ અર્પણ કરવા બે યુવાનો નવસારી પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદી યુવાનોના આઇકોન છે અને દેશને આગળ લઇ જવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.
