પ્રધાનમંત્રી આગામી 10 જૂને ગુજરાતની મુલાકાતે, નવસારીના ખૂડવેલ ખાતે યોજાનાર 'ગુજરાત ગૌરવ અભિયાન' માં કરશે સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10 જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી 10 જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂ.3,054 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો અંતર્ગત 7 યોજનાઓનાં લોકાર્પણ, 12 યોજનાઓનાં ખાતમુહૂર્ત અને 14 યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાનાં 174 ગામોના 1,028 ફળિયાઓના આશરે 8.13 લાખ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે માટે બલ્ક પાઇપ લાઇન, શુદ્ધિકરણ પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને આનુષાંગિક કામો વાળી પાણી પુરવઠા ઈજનેરી કૌશલ્યની અજાયબી એવી મધુબન ડેમ આધારિત 586.16 કરોડની અસ્ટોલ જૂથ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ખૂડવેલ ખાતે યોજાનાર ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં સંબોધન પણ કરશે. નવસારી જિલ્લા વહીવટી તંત્રએ પ્રધાનમંત્રીના કાર્યક્રમોને લઈને તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે.
