ભાવનગર અને અમરેલી જિલ્લાનાં 15થી વધુ ગામોમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ઉનાળું પાકને લઈને ચિંતાતુર
Live TV
-
આજે ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાલુકાના જેસર, દેપલા, છાપરિયાળી, સેરડા, કાત્રોડી સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રીએ રહ્યું હતું. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાત લોકોને વરસાદનાં કારણે ગરમીથી થોડા અંશે રાહત થઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ સમગ્ર ગુજરાત પર કોઇ સિસ્ટમ સક્રિય નથી. સાથે જ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરમ્યાન વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. પરંતુ બે દિવસ બાદ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. વાતાવરણમાં પલટાને કારણે ચાર દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હાલ રાજ્યમાં હવામાન સૂકું રહેશે અને 8 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
