પ્રધાનમંત્રી આજે સાંજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી PMJAY-MA યોજના આયુષ્યમાન કાર્ડ વિતરણની શરૂઆત કરાવશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી PMJAY-MA યોજના આયુષ્યમાન કાર્ડ વિતરણની શરૂઆત કરાવશે. લાભાર્થીઓના eKYC પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય ઓથોરીટીની પેનલમાં જોડાયેલ એજન્સીઓ દ્વારા ગુજરાતભરના તમામ લાભાર્થીઓને 50 લાખ રંગીન આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીના રૂપે પ્રધાનમંત્રીએ ગરીબ નાગરિકોને બિમારી અને તબીબી ઉપચારના અત્યાધીક ખર્ચથી બચાવવા માટે વર્ષ 2012માં મુખ્યમંત્રી અમૃતમ યોજના શરૂ કરી હતી. વર્ષ 2014માં PMJAY-MA યોજના તે પરિવારોને કવર કરવા કરવામાં આવ્યો હતો, જેમની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા સુધી હતી. ત્યારબાદમાં આ યોજનાને અન્ય સમુહો માટે વિસ્તારીત કરી હતી. તેને નવું નામ 'મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના' આપવામાં આવ્યું હતું. તેની સફળતા જોઇ વર્ષ 2018માં આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ની શરૂઆત કરી હતી.
