રાજનાથસિંહ આજથી ગુજરાતના ચાર દિવસીય પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી ગુજરાતના ચાર દિવસીય પ્રવાસે છે. રાજનાથસિંહ આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. આ ઉપરાંત સંરક્ષણમંત્રી 'મોદી @ 20 પુસ્તક'ના ગુજરાતી ભાષાંતરના વિમોચન સમારંભમાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, ગુજરાત સરકારના મંત્રી, સંસદ સભ્યો, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાજનાથસિંહ ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022ના કર્ટન રિઝર્વ ઇવેન્ટમાં ભાગ લેશે. DRDO 18 થી 22 ઓકટોબર સુધી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 યોજશે. જેમા વ્યુહાત્મક શસ્ત્રો પ્રણાલીઓ, રક્ષા ઉપકરણો અને ટેકનોલોજી સહિત 430 ઉત્પાદનનોની એક શ્રેણી પ્રદર્શીત કરવામાં આવશે. આ ઉપરાંત સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગાંધીનગરમાં 12મી ડિફેન્સ એક્સપો દરમિયાન ભારત-આફ્રિકા રક્ષા વાતચીત દરમિયાન આફ્રિકી રાષ્ટ્રોના સંરક્ષણમંત્રીઓ ની યજમાની કરશે. આ સંવાદનો વિષય ઇન્ડિયા આફ્રિકા એડોપ્ટીંગ સ્ટેટેજી ફોર સન ડ્રાઇવીંગ એન્ડ સ્ટેન્થનીંગ ડિફેન્સ એન્ડ સિક્યોરીટી રહેશે.
