Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આવતીકાલે 28 મે ના રોજ કલોલ ખાતે ઇફ્કો નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે, 2022 ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 કલાકે પ્રધાનમંત્રી નવનિર્મિત રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી. ની મુલાકાત લેશે. ત્યાર બાદ સ્થળ પર જાહેર કાર્યક્રમમાં તેઓ સંબોધન કરશે. લગભગ બપોરે 4 કલાકે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ નિર્મિત નેનો યુરિયા (લિકવિડ) પ્લાન્ટનું ઉદ્દઘાટન કરશે.

    પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર માટે રોલ મોડેલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબૂત બંનાવવાની દિશામાં વધુ એક પગલાં તરીકે, ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. 

    પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોક ખાતે ઇફ્કો નિર્મિત નેનો યુરિયા(લિકવિડ) પ્લાન્ટનું પણ ઉદ્દઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલી લીટરની લઘભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

    રાજકોટના આટકોટમાં પ્રધાનમંત્રી માતુશ્રી કે.ડી.પી. હોસ્પિટલની મુલાકાત લેશે. આ હોસ્પિટલનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચત્તમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી પ્રધાનમંત્રી જાહેર સમારોહમાં સંબોધન કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply