પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ માણવા કરાયું આયોજન
Live TV
-
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને ભાજપના અગ્રણી કાર્યકરોએ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો તો સુરતીઓએ મનની વાત માણીને અનુભવી હકારાત્મકતા
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને ભાજપના અગ્રણી કાર્યકરોએ ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદની આફરિન કે જેણે ધો-10માં ઝળહળતું પરિણામ મેળવ્યું છે તેની પ્રશંસા કરી હતી.. અમદાવાદવાસીઓએ મન કી બાત અંગે પોતાના પ્રતિભાવ આપ્યા તો સુરતના શહેરીજનો પ્રધાનમંત્રીનો 46 માં મન કી બાત સંસ્કરણ માણી શકે તે આશયથી સુરત શહેર ભાજપ દ્વારા ઉધના કાર્યાલય ખાતે મોટી સ્ક્રિન ગોઠવવામાં આવી હતી. મોટી સ્ક્રિન પર સુરતીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરેલી મનની વાત માણીને હકારાત્મકતા અનુભવી હતી.. આ ઉપરાંત નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં ભોજનનો આંનદ માણવા આવેલા લોકોને ભોજનની સાથે મન કી બાત પણ પીરસવામાં આવી હતી. ગ્રાહકો જાહેરમાં સાંભળી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ તરફ રેસ્ટોરન્ટમાં આવેલ ગ્રાહકોએ પણ ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રીની મન કી બાત સાંભળી હતી.
