Skip to main content
Settings Settings for Dark

દીવ ખાતે પોક્સો એક્ટ 2012 અને જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૫ હેઠળ પોલીસ Hands On Training નો કાર્યક્રમ પૂર્ણ

Live TV

X
  • દીવનાં ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ જે.સી.યાદવની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો.

    દીવ ખાતે પોક્સો એક્ટ 2012 અને જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૫ હેઠળ પોલીસ Hands On Training નો દીવનાં ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ જે.સી.યાદવની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ મહિનાના ચાર શનિવાર દરમિયાન કુલ ૯૬ જેટલા પોલીસ કર્મચારીઓને આ અંગેની જોગવાઈની માહિતી આપવામાં આવી હતી. જેમાં જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૫, અને પોક્સો અધિનિયમ ૨૦૧૨ હેઠળ ગુનેગારને સખત જેલ આજીવન કેદ કે દંડની જોગવાઈ છે. ઉપરાંત ભોગ બનેલા બાળકોનું કાઉન્સિલીગ કરી તણાવ મુકત કરવાં જોઈએ. પ્રાસંગીક પ્રવચનમાં ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ જે.સી.યાદવે જણાવ્યું કે ,પોલીસે કાયદાની વિરુદ્ધ ગયેલા બાળકો સાથે ગુનેગાર જેવું વર્તન ન કરવું જોઈએ. તેમજ આવાં બાળકો માટે પોલીસ સ્ટેશનનું વાતાવરણ મૈત્રીપૂર્ણ હોવું જોઈએ તેના પર ભાર મુક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply