ગાંધીનગર ખાતે આઇઆઇટીનો 7 મો પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
112 બીટેક, 78 એમએસસી,14 એમએ, 2 ડ્યુઅલ ડિગ્રી, 96 એમટેક, અને 24 પીએચડીની ડિગ્રી અને 2 PGDIIT ની ડિપ્લોમાંની ડિગ્રી એનાયત કરવામાં આવી.
ગાંધીગનર ખાતે આઇઆઇટીનો 7 મો પદવીદાન સમારોહ યોજાયો ગયો. જેમાં 112 બીટેક, 78 એમએસસી,14 એમએ, 2 ડ્યુઅલ ડિગ્રી, 96 એમટેક, અને 24 પીએચડીની ડિગ્રી અને 2 PGDIIT ની ડિપ્લોમાંની ડિગ્રી એનાયત કરવામાં આવી. 47 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા. જેમાંથી 21 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 10 વિદ્યાર્થીઓને સિલ્વર અને 16ને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા. પ્રોફેસર જૈન દ્વારા વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહ પ્રસંગે અભિનંદ પાઠવ્યા હતા અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દદ્ મોદીને પણ યાદ કર્યા હતા. જેમના દ્વારા 2017-18 માં બીટેક એમએસી ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ લોન્ચ કરવામમાં આવ્યો હતો. આ પદવીદાનના મુખ્યમહેમાન તરીકે અનુ આગા ઉપસ્થિત રહ્યા હતા. જે મુંબઇમાં આવેલી થેરમેક્ષ લીમીટેડ કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના પદે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી છે. તેમાંથી 40 ટકા વિદ્યાર્થીઓએ વિદેશમાં સફળતાપૂર્વક ઈન્ટનશીપ અને એક્ચેન્જ પ્રોગ્રામ કર્યા છે. આ સાથે અમુક વિદ્યાર્થીઓને વિદેશી કંપનીઓ તરફથી સારા પેકેજની પણ ઓફર કરવામાં આવી છે.
