Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દેશના વિદેશ પ્રવાસે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 11 જુલાઈ સુધી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ ઐતિહાસિક મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ કરશે. આ પ્રવાસ ખાસ કરીને વેપાર, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ અને દરિયાઈ સુરક્ષા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારતની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 11 જુલાઈ સુધી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ ઐતિહાસિક મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ કરશે. આ પ્રવાસ ખાસ કરીને વેપાર, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ અને દરિયાઈ સુરક્ષા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારતની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

    પ્રવાસના મુખ્ય તબક્કાઓ:
    1. ઈન્ડોનેશિયા (6-8 જુલાઈ)
    પ્રવાસનો પ્રથમ પડાવ ઈન્ડોનેશિયા છે. મે 2018માં ભારત-ઈન્ડોનેશિયા સંબંધો 'કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ' તરીકે સ્થાપિત થયા બાદ વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે.

    મુખ્ય કાર્યક્રમો: રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે વ્યાપક ચર્ચા, જકાર્તામાં ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ.

    સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક જોડાણ: વડાપ્રધાન યોગ્યાકાર્તામાં ઐતિહાસિક પ્રામ્બાનન મંદિર પરિસરની મુલાકાત લેશે, જ્યાં ભારત અને ઈન્ડોનેશિયા સંરક્ષણ (Conservation) કાર્યમાં સહયોગ કરશે. મલાક્કા સ્ટ્રેટમાં ભારતની સુરક્ષા અને વૈશ્વિક અર્થતંત્ર માટે ઈન્ડોનેશિયાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    2. ઓસ્ટ્રેલિયા (8-10 જુલાઈ)
    બીજા તબક્કામાં વડાપ્રધાન મેલબોર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે 'ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટ'માં ભાગ લેશે.

    ફોકસ એરિયા: ક્રિટિકલ મિનરલ્સ, સાયબર સિક્યુરિટી, સપ્લાય ચેઈન રેઝિલિયન્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર.

    CEO ફોરમ: બંને દેશોના ટોચના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત અને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ.

    3. ન્યૂઝીલેન્ડ (10-11 જુલાઈ)
    છેલ્લા તબક્કામાં વડાપ્રધાન ઓકલેન્ડ પહોંચશે. આ મુલાકાત અત્યંત વિશેષ છે કારણ કે 40 વર્ષમાં પ્રથમ વખત ભારતના કોઈ વડાપ્રધાન ન્યૂઝીલેન્ડની મુલાકાત લઈ રહ્યા છે.

    આર્થિક સંબંધો: એપ્રિલ 2026માં બંને દેશો વચ્ચે થયેલા 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) બાદ આ પ્રથમ મુલાકાત છે, જે વેપાર અને વાણિજ્યમાં નવી તકો ખુલશે. પીએમ મોદી તેમના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે સંરક્ષણ અને વેપાર સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply