Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં: વલસાડમાં સભા સંબોધશ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ ના ચૂંટણી પ્રચારની શરૂઆત કરાવશે. પ્રધાનમંત્રી વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના નાનાપોંઢામાં એક જનસભાને સંબોધન કરશે. તેમજ તેઓ ભાવનગરમાં સમુહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લેશે. આ સમુહ લગ્નમાં 500 જેટલી એવી યુવતીઓના લગ્ન થશે જેમના પિતા નથી. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પ્રધાનમંત્રીનો તેમના ગૃહ રાજ્યનો પ્રથમ પ્રવાસ છે. રાજ્યમાં બે તબક્કામા એક અને પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે મતગણતરી આઠ ડિસેમ્બરે થશે.

    રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે ચૂંટણી સભાને સંબોધશે. ચૂંટણી સભાસ્થળે જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સભા મંડપ ખાતે SPG અને રેન્જ IGની આગેવાનીમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. SPGની ટીમ અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સભા મંડપ ખાતે સુરક્ષાના ભાગ રૂપે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply