પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ મંગળવારે બપોરે મોરબીની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ મંગળવારે બપોરે મોરબીની મુલાકાત લેશે. તેઓ ઘટના સ્થળે જઈ પરિસ્થિતિનો તાગ મેળવશે. પિડીત પરિવારની મુલાકાત લેશે અને સાંત્વના પાઠવશે.
ઉલ્લેખનીય છે ઝુલતો બ્રીજ તૂટવાના કારણે 133 લોકોના મરણ થતા પ્રધાનમંત્રીએ દુખ વ્યક્ત કર્યું હતું અને તમામ જરૂરી મદદદની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મૃતક પરિવારોને 2 લાખ અને અસરગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
