પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોચ્યા અમદાવાદ, એરપોર્ટ બહાર ઉત્સવ જેવો માહોલ
Live TV
-
પીએમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે ત્યાર બાદ 7 વાગે રિવરફ્રન્ટ પહોંચશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એરફોર્સના ખાસ વિમાનથી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા અમદાવાદ એરપોર્ટની બહાર ગુજસેલના ગ્રાઉન્ડ ઉપર પીએમ મોદી જાહેર સભાને સંબોધશે. પીએમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. અહીં તેઓ હ્દયકુંજમાં 20 મિનિટ જેટલો સમય વિતાવશે. ત્યાર બાદ 7 વાગે રિવરફ્રન્ટ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડના ગરબામાં પણ ભાગ લેશે. જ્યાં તેઓ મહાઆરતીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતે બાળકો અને યુવાનો સાથે સંવાદ પણ કરશે. આ ઉપરાંત સાબરમતી આશ્રમ ખાતે આવેલ મગન નિવાસની મુલાકાત લેશે. મગન નિવાસ ખાતે ચરખા ગેલેરી તૈયાર કરવામાં આવી છે. આ ચરખા ગેલેરીમાં દેશ ભરના અલગ અલગ ૩૦ ચરખા રાખવામાં આવ્યા છે પીએમ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. સામાન્ય નાગરિકો માટે આશ્રમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પોલીસ જવાનો સાથે ક્રાઈમ બ્રાંચના જવાનો તૈનાત કરાયા છે. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને રિવરફ્રન્ટ ખાતે સુરક્ષા એજન્સી દ્વારા સઘન ચેકિંગ કરાયું છે.આ પ્રસંગે પ્રધાનમંત્રી રિવરફ્રન્ટ ખાતે 20 હજાર સરપંચોને પણ સંબોધીત કરવાના છે.
