Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ કર્યા ભાજપા કાર્યકર્તાઓને સંબોધિત

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી : વિશ્વપટલ ઉપર ભારતનું કદ વધ્યું

    2 ઑક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા , મેયર બિજલ પટેલે કર્યું હતું. પીએમ મોદી હાલ એરપોર્ટ પર સભા સ્થળે પહોંચી ગયા છે.એરપોર્ટ પર સભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે - વિશ્વમાં આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. ભારતના પાસપોર્ટને સન્માનની નજરથી જોવામાં આવે છે. દુનિયામાં ભારતની તાકાત વધી રહી છે. ત્યારબાદ પીએમ ગાંધી આશ્રમ જશે પીએમ મોદી સાંજે 6.45 કલાકે ગાંધી આશ્રમ ખાતે જશે. જે બાદ તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. પીએમ અહીં કોઈ સભાને સંબોધવાના નથી. અહીં માત્ર તેઓની મુલાકાત છે. પીએમ મગન નિવાસ કે જે ચરખા ગેલેરી છે ત્યાંની મુલાકાત લેશે. તેમજ બાળકો કે જેઓ આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે તેમાંથી 5 બાળકો સાથે બે કે ત્રણ મિનિટ વાત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply