સ્વચ્છ ભારત દિવસ પ્રસંગે PM મોદીનો આગ્રહ 'એક વ્યક્તિ, એક સંકલ્પ'
Live TV
-
પીએમ મોદીએ બાપૂની ધરતી ગુજરાતથી 150મી જયંતિ પર ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યું છે
બાપૂની જયંતિના ઉત્સવને સમગ્ર દુનિયા મનાવી રહી છે. કેટલાક દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રે પોસ્ટ ટિકિટ જાહેર કરી આ વિશેષ અવસરને યાદગાર બનાવ્યો અને આજે અહીં પણ પોસ્ટ ટિકિટ અને સિક્કા જાહેર કરવામાં આવ્યા છે. હું આજે બાપૂની ધરતીથી, તેમની પ્રેરણા સ્થળી, સંકલ્પ સ્થળીથી સમગ્ર વિશ્વને શુભેચ્છા આપું છું. સ્વચ્છાગ્રહ માટે દેશવાસીઓને ખુલ્લા દિલથી યોગદાન આપ્યુ હવે સાબરમતીનું આ પ્રેરક સ્થળ સ્વચ્છાગ્રહની એક મોટી સફળતાની સાક્ષી બની રહી છે, આ આપણા તમામ માટે ખુશી અને ગૌરવનો અવસર. આજે ગ્રામીણ ભારતને, ત્યાંના ગામોને ખુદ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યા છે. સ્વચ્છાથી, સ્વપ્રેરણાથી અને જનભાગીદારીથી ચાલી રહેલ સ્વચ્છ ભારત અભિયાનની આ શક્તિ પણ છે અને સફળતાનો સ્ત્રોત પણ છે. હું દરેક દેશવાસીઓને એમાં પણ ગામડાના લોકોને, આપણા સરપંચોને તમામ સ્વચ્છાગ્રહિઓને ખુબ ખુબ ધન્યવાદ આપું છું. આજે જે સ્વચ્છાગ્રહિઓને અહીં સ્વચ્છ ભારત પુરસ્કાર મળે છે, તેમને પણ ખુબ ખુબ અભિનંદન. જે પ્રકારે દેશની આઝાદી માટે બાપૂના એક આહ્વાન પર લાખો ભારતવાસીઓ સત્યાગ્રના રસ્તે નિકળી પડ્યા હતા, તે પ્રકારે સ્વચ્છાગ્રહ માટે પણ કરોડો દેશવાસિયોએ ખુલ્લા દિલથી પોતાનો સહયોગ આપ્યો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરી દીધો છે. પીએમ મોદીએ બાપૂની ધરતી ગુજરાતથી 150મી જયંતિ પર ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યું છે આ પહેલા પીએમ મોદીએ સ્મારક ટિકિટો અને 40 ગ્રામ શુદ્ધ ચાંદીના સિક્કાને મહાત્મા ગાંધીએ સમર્પિત કર્યા. આ ટિકિટ અને 150 રૂપિયાના સિક્કાને 150મી ગાંધી જયંતિ પર બાપૂને સમર્પિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદી ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવામાં યોગદાન આપનાર સ્વચ્છાગ્રહિઓને સન્માનતિ કર્યા.
