16 ઓક્ટોબરથી ડાંગર, મકાઈ અને બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી માટે થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન
Live TV
-
ત્રણ દિવસમાં મગફળી માટે 2 લાખ 85 હજાર ખેડૂતોએ કર્યું ઓનલાઇન રજીસ્ટ્રેશન
ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક મળી હતી. જ્યાં વધુ વરસાદથી ચિંતિત ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. જેમાં તારીખ 16 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધીમાં ડાંગર, મકાઈ અને બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસમાં મગફળી માટે 2 લાખ 85 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું છે તેમજ લાભ પાંચમથી મગફળીની ખરીદી પણ શરુ થઇ જશે. અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પતકારીને સંબોધતા જણાવ્યું હતું કે,સરકાર આ તમામ પ્રક્રિયામાં પારદર્શિતા દાખવી રહી છે.અને ખેડૂતોને આ અંગે કોઈ તકલીફ પણ ના રહે તેનું ધ્યાન રાખી રહી છે.
