Skip to main content
Settings Settings for Dark

અમરેલી-CM વિજય રૂપાણીએ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું કર્યું ભૂમિપૂજન

Live TV

X
  • મુખ્યમંત્રીએ કહ્યું - રાજકોટને મળેલ એઇમ્સથી સૌરાષ્ટ્રભરના દર્દીઓને અદ્યતન-ઉત્તમ સારવાર થશે પ્રાપ્ત

    મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમરેલીના રાજુલામાં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનો ભાર ઘટાડવાનું કામ ટ્રસ્ટની હોસ્પિટલો કરી રહી છે. આવી નિઃશૂલ્ક સારવાર કરતી સંસ્થાઓ સરકારની હોસ્પિટલો-આરોગ્ય સેવાઓને પૂરક બની છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રખર રામાયણી મોરારીબાપૂ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા ધારાસભ્ય જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે નવી હોસ્પિટલથી રાજુલા-સાવરકુંડલાના દર્દીઓને ભવિષ્યમાં ઘર આંગણે જ સગવડ પ્રાપ્ત થશે. જ્યારે મોરારીબાપુએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની આપણે સૌએ બીજી ઓકટોબરે ઉજવણી કરી છે. જ્યારે ૩ જી ઓક્ટોબરે ગાંધીજીના વિચારોને કાર્યાન્વિત કરવાનું કામ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના નિર્માણ થકી થઈ રહ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply