પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સુરતની મુલાકાતે: દક્ષિણ ગુજરાતને રૂ. 12,421 કરોડના વિકાસકાર્યોની ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 5 જૂન, 2026 ના રોજ 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે સુરતની મુલાકાતે આવી રહ્યા છે.
આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતના વિકાસને વેગ આપતા કુલ રૂ. 12 ,421 કરોડના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.પ્રધાનમંત્રીના હસ્તે રૂ. 7, 689 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે મહત્વપૂર્ણ પેકેજ (કીમ-એના અને ગણદેવા-એના સેક્શન)નું લોકાર્પણ થશે. કુલ 63.50 કિલોમીટર લાંબા આ 8-લેન માર્ગ પર 70 અંડરપાસ અને ૨ ઇન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટથી માલસામાનની અવરજવર ઝડપી બનશે અને લૉજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.આ ઉપરાંત, રૂ. 4,732કરોડના ખર્ચે NH-56 પર ધમાસીયા-બિટાડા અને નસારપોર-મલોથાના ફોર-લેનિંગનું ખાતમુહૂર્ત થશે, જે આદિજાતિ જિલ્લાઓ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વધુ સારી રીતે જોડશે. આ પ્રોજેક્ટથી મુસાફરીના સમયમાં 40 મિનિટનો ઘટાડો થવાનો અંદાજ છે. સાથોસાથ, સુરતના હજીરા બંદર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રૂ. 149 કરોડના ખર્ચે નવા 6-લેન ફ્લાયઓવર અને વ્હીકલ અંડરપાસનું નિર્માણ પણ શરૂ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતમાં કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે સ્થાનિક આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
