પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી તિરુવનંતપુરમનાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે અને રૂ.1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતે 'પીએસએલવી ઇન્ટિગ્રેશન ફેસિલિટી', મહેન્દ્રગિરી ખાતે ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે 'સેમી-ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન એન્ડ સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી', અને VSSC ખાતે 'ટ્રાઇસોનિક વિન્ડ ટનલ' સહિત વિવિધ પ્રોજેક્ટો સામેલ છે. પ્રધાનમંત્રી ગગનયાનની પ્રગતિની પણ સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી તમિલનાડુમાં રૂ. 17,300 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન, દેશને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત કરશે.
દેશનાં પૂર્વ કિનારા માટે ટ્રાન્સશિપમેન્ટ કેન્દ્ર સ્થાપિત કરવાનાં એક પગલાંનાં ભાગરૂપે પ્રધાનમંત્રી વીઓ.ચિદમ્બરનાર બંદર પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે લોન્ચ કરશે. પ્રધાનમંત્રી મદુરાઈમાં ઓટોમોટિવ ક્ષેત્રમાં કાર્યરત હજારો MSME ઉદ્યોગસાહસિકોને સંબોધન કરશે
પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં રૂ. 4900 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે, રોડ અને સિંચાઈ સાથે સંબંધિત વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી પીએમ-કિસાન હેઠળ આશરે રૂ. 21,000 કરોડનાં 16માં હપ્તાની રકમ બહાર પાડશે. 'નમો શેતકરી મહાસંમાન નિધિ' હેઠળ લગભગ 3800 કરોડ રૂપિયાનો બીજો અને ત્રીજો હપ્તો વિતરણ પણ કરશે. સમગ્ર મહારાષ્ટ્રમાં આશરે 88 લાખ લાભાર્થી ખેડૂતોને લાભ થશે. આ યોજના મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને દર વર્ષે 60 રૂપિયાની વધારાની રકમ પ્રદાન કરે છે.
પ્રધાનમંત્રી સમગ્ર મહારાષ્ટ્રમાં 5.5 લાખ મહિલા SHGને રૂ. 825 કરોડનું રિવોલ્વિંગ ફંડનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી સમગ્ર મહારાષ્ટ્રમાં એક કરોડ આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કરશે. પ્રધાનમંત્રી મોદી આવાસ ઘરકુલ યોજનાનો શુભારંભ કરશે.
