Skip to main content
Settings Settings for Dark

'અમદાવાદનો ભોમિયો' સ્પર્ધાના વિજેતા જાહેર, મેયરે આપ્યું પ્રશસ્તિપત્ર

Live TV

X
  • આજે અમદાવાદ શહેરની સ્થાપનાને 613 વર્ષ પૂરા થયા છે. અમદાવાદની વર્ષગાંઠના ઐતિહાસિક દિવસે મેયર પ્રતિભા જૈને 'અમદાવાદનો ભોમિયો' સ્પર્ધાના વિજેતાની જાહેરાત કરી હતી. અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ દ્વારા આયોજીત 'અમદાવાદનો ભોમિયો' સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકો પૈકી આશિષ મહેતા, દિવ્યાંગ ભાવસાર અને દિનેશ ખત્રીને વિજેતા જાહેર કરાયા હતા. વિજેતાઓને 'અમદાવાદનો ભોમિયો' તરીકેનું પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ હતું

    આ સ્પર્ધામાં લોકો શહેરમાં આવેલા હેરિટેજ સ્થળો વિશે લોકો જાણે અને તેની મુલાકાત લે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં નાગરિકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે શહેરના હેરિટેજ સ્થળોના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના રહેતા હતા જે અંતર્ગત કૂલ 157પોસ્ટ અને 20,728 લાઈક આવેલ હતી. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, ડે. મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષ નેતાશ્રી ગૌરાંગ પ્રજાપતિ,  દંડક શિતલબેન ડાગા, હેરીટેજ, રિક્રીએશન એન્ડ કલ્ચર કમિટી ચેરમેન જતીનભાઈ ત્રિવેદી, અમદાવાદ શહેર ભાજપા પ્રમુખ અમિતભાઈ શાહ, સ્થાનિક ભાજપા નેતા ભુષણભાઈ ભટ્ટ તથા અન્ય પદાધિકારીઓ તથા મહાનુભાવો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply