પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદમાં નવનિર્મિત ભવ્ય જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લીધી
Live TV
-
80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે નવનિર્મિત ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી જિલ્લા પુસ્તકાલય’ની ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી.
ગુજરાત સરકારના ગ્રંથાલય ખાતા દ્વારા રૂ. 8.63 કરોડના ખર્ચે 2000 ચોરસ મીટર વિસ્તારમાં આ વિશાળ અને અદ્યતન પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલયનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક યુવાનો અને નાગરિકો માટે જ્ઞાન અને સાહિત્યનું નવું કેન્દ્ર બનશે.આ પ્રસંગે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા સ્મૃતિ સંસ્થાનના સ્થાપકશ્રી પિનાકી નાનકભાઈ મેઘાણી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા તેમજ અન્ય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
