Skip to main content
Settings Settings for Dark

પ્રશાસન, ઉદ્યોગો,ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આવતી નાની-મોટી સમસ્યાઓ-પ્રશ્નોના ઉકેલ માટે વિધાર્થી-યુવાનોની ભૂમિકા ખૂબ જ સરાહનીય - ઋષિકેશ પટેલ

Live TV

X
  • PDEU- ગાંધીનગર ખાતે ઋષિકેશ પટેલના હસ્તે ડૉ. કુબેર ડિંડૌરની પ્રેરક ઉપસ્થિતિમાં 'ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩'નો ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનો શુભારંભ; શાળાકક્ષા સહિત વિવિધ ૧૮૧થી વધુ ટીમોમાં લગભગ ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની સહભાગી:વિજેતા ટીમોને અંદાજે રૂ. ૪૨ લાખના પુરસ્કાર એનાયત

    દેશ-રાજ્યમાં પ્રશાસન, ઉદ્યોગો,ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આવતી નાની-મોટી સમસ્યાઓ અને  પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે વિધાર્થી- યુવાનોની ભૂમિકા હંમેશા ખૂબ જ સરાહનીય રહી છે. ઋષિકેશ પટેલે PDEU ગાંધીનગર ખાતે સંબોધનમાં કરતા કહ્યું હતું કે, મોટી સમસ્યાઓનું ટેકનોલોજીના માધ્યમથી  સમાધાન શક્ય બને છે.

    પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી PDEU- ગાંધીનગર ખાતે આજે ઋષિકેશ પટેલના હસ્તે તેમજ ડૉ. કુબેર ડિંડૌરની  પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2024ના ભાગરૂપે  'ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩'નો ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઋષિકેશ પટેલ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, નવી નવી ટેકનોલોજીના ઉદભવની સાથે તેમાં આવતી સમસ્યાઓના ઉકેલ પણ શક્ય બન્યા છે. ભારતના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને નવીન સંશોધન ક્ષેત્રે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. 

    મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ સ્ટાર્ટઅપને વધુને વધુ પ્રોત્સાહન આપવા અલગથી સ્ટાર્ટઅપ પોલીસી અમલી બનાવી છે. જેમાં રાજ્યમાં સંશોધન ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓ- યુવાનોને માર્કેટિંગ, નવા આઈડિયાઝ, આર્થિક સહિત વિવિધ રીતે સહયોગ પણ કરવામાં આવે છે.
    રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓને તમામ સહયોગ કરવા હંમેશા તત્પર છે તેમ,જણાવી મંત્રીશ્રીએ ગુજરાત સહિત દેશભરમાંથી ઉપસ્થિત વિદ્યાર્થીઓને હેકાથોનમાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા.

    ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આગામી વર્ષ -2047 સુધીમાં 'વિકસિત ભારત' બનવા જઈ રહ્યું છે તેમાં દેશના યુવાઓની ભૂમિકા- પ્રદાન ખૂબ જ મહત્વનું હશે. રાજ્યમાં યોજાયેલ  હેકાથોનમાં ગુજરાત સહિત આઠ રાજ્યોના વિદ્યાર્થીઓની ટીમો ભાગ લઈ રહી છે તે યુવાઓમાં સંશોધન અને સમસ્યાઓના ઉકેલની તત્પરતા દર્શાવે છે. 'સ્ટાર્ટઅપ આર બેકબોન ઓફ ન્યુ ઇન્ડિયા' પ્રસ્થાપિત થયું છે ત્યારે  'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી'નું અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. નાની મોટી સમસ્યાઓનો ઉકેલ પણ સ્ટાર્ટ અપ-  ટેકનોલોજીના માધ્યમથી રાજ્યમાં શક્ય બન્યો છે તેમ,જણાવી મંત્રીશ્રીએ નવા વર્ષમાં નવા સંકલ્પ, નવી સિદ્ધિઓ સાથે આગળ વધવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

    આ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ નિયામક પી.બી. પંડ્યા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ઈજનેરી કોલેજના અધ્યાપકો તથા ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હેકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply