"વિકસિત ભારત, સંકલ્પ યાત્રા"
Live TV
-
તાપી
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ગામે ગામ અને ઘરે ઘરે લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશથી શરૂ થયેલ "વિકસિત ભારત, સંકલ્પ યાત્રા" છે. જેના પ્રવાસના રુટના સર્વેક્ષણ માટે કેન્દ્રની ટીમ તાપી જિલ્લાના વ્યારા પહોંચી હતી અને વ્યારા તાલુકાના ગામોનું સર્વે કર્યું હતું અને તેની માહિતી જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓેએ મેળવી હતી. આ યાત્રાના ત્રણ જેટલા રથ તાપી જિલ્લામાં 28 નવેમ્બરથી ફરશે અને 17 જેટલી યોજનાઓ અંગે માહિતી આપવા સાથે તેનો સીધો લાભ લાભાર્થીઓને આપવામાં આવશે.
ભરૂચ
દેશનો કોઈ પણ નાગરિક કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેય સાથે ભ્રમણ કરી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના જસાદ ગામે પહોંચ્યો હતો. ભરૂચ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનો સરપંચ તેમજ વહીવટી તંત્રએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. જસદ ગામમાં જળ સે નલ યોજનાની સો ટકા કામગીરી માટે સરપંચને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા આંગણવાડી આરોગ્ય બેન્ક આયુષ્યમાન કાર્ડ અને ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજનાની માહિતી આપતા સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા.
નર્મદા
આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" આજે નાંદોદ તાલુકાના ભદામ ગામે પહોંચી હતી. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ગામ લોકોએ રથનું સ્વાગત કર્યું હતું. સંકલ્પ યાત્રામાં LED ઉપર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજના ઉપર એક શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથે સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
