Skip to main content
Settings Settings for Dark

પ્રાકૃતિક ખેતી એ જ ભવિષ્યની સુરક્ષા: ઉમરગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આહવાન

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમરગામના ધોડીપાડા ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

    તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને માનવજાત કેન્સર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહી છે.

    રાજ્યપાલે એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાસાયણિક ખેતીને કારણે આજે માતાના દૂધમાં પણ યુરિયા અને જંતુનાશકોના અંશ જોવા મળી રહ્યા છે, જે ભયજનક છે. તેમણે ગાય આધારિત ખેતીને જળસ્તર સુધારવા અને ભાવિ પેઢીને સ્વસ્થ રાખવાનો એકમાત્ર માર્ગ ગણાવ્યો હતો. ગુજરાતમાં હાલ સાડા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં વધુ 5,000 ખેડૂતોને આ અભિયાનમાં જોડવા પ્રશાસનને સૂચના આપી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત હોવાથી તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. રાજ્ય સરકાર પણ આ માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, ખેડૂતો અને વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply