Skip to main content
Settings Settings for Dark

ફરી ગુજરાત તરફ ફંટાશે વાવાઝોડું, કચ્છમાં ટકરાશે

Live TV

X
  • ઓમાન તરફ જઇ રહેલું વાવાઝોડુ ફંટાઇને કચ્છાના દરિયાકાંઠે ટકરાશે.. જોકે ત્યાં સુધી વાયુની તિવ્રતા ઓછી થઇ ગઇ હશે..

    પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડું - વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. 17 કે 18 જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે , કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply