Skip to main content
Settings Settings for Dark

ખાળકૂવો સાફ કરવા ગયેલા સાત શ્રમિકોના મોત

Live TV

X
  • મોતને ભેટેલા શ્રમિકોના પરિવારને સરકારે 4 લાખની સહાય કરી છે..

    ડભોઇ તાલુકાનાં કૂઈ ગામ પાસે આવેલ એક હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા મજૂરોના ઝેરી ગેસને કારણે મોત થયા છે. બનાવની જાણ ડભોઇ પોલીસ ને તેમજ ફાયર સ્ટેશન ને થતાં, પોલીસ અને ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી, સાત મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત્રે બનેલી આ ગોઝારી ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ તુરત જ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે આ ઘટનાની જાણ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા.આ બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાર્યાવાહી હાથ ધરી છે.  આ ઘટના અંગે રાજ્યના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર દ્વારા આજે સુરત ખાતે જાહેરાત કરી હતી. જેમાં તેમણે સરકાર દ્વારા કરાયેલી ચાર-ચાર લાખ રૂપિયાની સહાય ઉપરાંતની વિવિધ સહાયની માહિતી આપી હતી. આ દરમિયાનમાં નીતિ આયોગની બેઠક માટે દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા સાત શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ ખાનગી હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના જિલ્લાતંત્રને આપી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply