વાયુ વાવાઝોડાને કારણે કેરીના પાકને નુકશાન
Live TV
-
વાયુ વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસમાં ખાસ કરી ને ભારે પવન અને વરસાદી ઝાપટાથી ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે.
રાજ્યમાં કેટલાક દિવસથી વાયુ વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસમાં ખાસ કરી ને ભારે પવન અને વરસાદી ઝાપટાથી ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મેઘરાજાએ ભારે મહેર કરી હતી. આમ તો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ તાપી અને સુરત જિલ્લો ખાસ શેરડી, ડાંગર પાક લેતો આવ્યો છે. પરંતુ, ભાવ સરળતા માટે ખેડૂતો આંબાવાડી તરફ વળ્યા હતા. અને પોતાની જમીન માં આંબાવાડી કરી કેરીનો પાક લીધો હતો. તેમને સારા ભાવોની આશા પણ હતી. આંબા ઉપર કેરી તૈયાર થઈ અને બેડવાના સમયે વાતાવરણમાં આવેલ ફેરફારથી અપરિપક્વ કેરીઓ ખરી પડી હતી. કેરી માર્કેટમાં જાય તે પહેલાં ખેડૂતો ને નુકસાની વેઠવી પડી હતી.
