ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા બાદ તેમણે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી જર્મની જવા પ્રસ્થાન કર્યુ હતુ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝને ભાવસભર વિદાય આપી હતી.આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, જીએડીના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજૂ શર્મા, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ અધિકારી જલવંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુજીત કુમાર, એમઇએના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
