Skip to main content
Settings Settings for Dark

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ સાથે હોલ નંબર 4 માં બ્લુ ઇકોનોમીનું પ્રદર્શન

Live TV

X
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે રાજ્યમાં ઉદ્યોગ અને સાહસિકતાને વેગ આપવા માટે રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    આ કોન્ફરન્સના ભાગરૂપે જનતા અને ઉદ્યોગકારો માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા 6 વિશાળ ડોમમાં જુદી જુદી થીમ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ટેકનોલોજીથી લઈને પરંપરાગત ઉદ્યોગોની ઝલક જોવા મળી રહી છે.

    આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર હોલ નંબર 4 બની રહ્યો છે, જ્યાં ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ આધારિત વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ હોલમાં ગુજરાતના દરિયાકાંઠાની સમૃદ્ધિ અને તેનાથી મળતી આર્થિક તકોને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. અહીં મુલાકાતીઓ પ્રવેશતાની સાથે જ ગુજરાતના બ્લુ ઇકોનોમીના સામર્થ્યનો અનુભવ કરી શકે છે.આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ગુજરાત મેરિટાઈમ બોર્ડ - GMB દ્વારા તૈયાર કરવામાં આવેલો અદભૂત સ્ટોલ છે. આ સ્ટોલને એક વિશાળ જહાજના આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે દૂરથી જ મુલાકાતીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ થીમ આધારિત સ્ટોલ દ્વારા ગુજરાતના બંદર વિકાસ અને સમુદ્રી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને વાસ્તવિક અનુભવ સાથે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    આ જહાજ આકારના સ્ટોલની અંદર વિવિધ આધુનિક માધ્યમો દ્વારા ગુજરાતના દરિયાકાંઠા પર આવેલા બંદરો, જેટીઓ અને આગામી મેરિટાઈમ પ્રોજેક્ટ્સનું નિદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને બંદર ક્ષેત્રે રોકાણની નવી તકો, લોજિસ્ટિક્સ સુવિધાઓ અને સમુદ્રી વેપારમાં ગુજરાતનું વિશ્વભરમાં વધતું વર્ચસ્વ દર્શાવવામાં આવ્યું છે. આ પ્રદર્શન ઉદ્યોગ સાહસિકો માટે માહિતીપ્રદ અને સામાન્ય નાગરિકો માટે કુતૂહલ જગાડનારું સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply