ફેનિલને ફાંસીની સજા મળ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી
Live TV
-
ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનીલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જ્યારે આ હત્યાની ઘટના બની ત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને વચન આપ્યું હતું કે, ગ્રીષ્માને ન્યાય અપાવીશ. હવે જ્યારે કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે ત્યારે પોતાનું વચન પૂરૂ કર્યા બાદ હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા.
આ સમયે હર્ષ સંઘવીને જોતા ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ છલકાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવારના આંસુ લુછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. ગ્રીષ્માનો પરિવાર કામરેજના પાસોદરા ગામે રહે છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો. સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં કાનુન વ્યવસ્થા વધુ મજબુત થઇ રહી છે. જેથી રાજ્યમાં હવે કોઈ દીકરીએ જીવ ગુમાવવો પડશે નહી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટે રેરેસ્ટ ઓફથી રેર કિસ્સો ગણી હત્યામાં દોષિત ફેનિલને ફાંસીની સજા આપી છે. આ કેસના ચુકાદાને ગ્રીષ્માના પરિવાર સહિત લોકોએ પણ આવકાર્યો છે.
