Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં પ્રથમ વખત 108ની ઇમર્જન્સી સેવામાં એર એમ્બ્યુલન્સની મદદથી રાજકોટના દર્દીને ચેન્નાઈમાં કરાયા એરલિફ્ટ

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ઈમર્જન્સીમાં જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા GVK EMRI ના સહયોગથી 108 સેવા કાર્યરત કરવામાં આવી છે. ગત માસે રાજ્ય સરકાર દ્વારા 108 સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જયકુમાર મકવાણા છે કે જેઓ ફેફસાંની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં.

    રાજકોટ 108 ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરના જણાવ્યા મુજબ આ એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એમ્બ્યુલન્સ ઝડપી રીતે ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય. 

    108 સેવા સાથે જોડાયેલી એર એમ્બ્યુલન્સ પણ 108 વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ છે. એર એમ્બ્યુલન્સમાં એમ.બી.બી.એસ. ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોય છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે.

    આ સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ 108 માં કોલ કરીને કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકાય છે. આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટથી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે 108 વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા 108 હવાઈ સેવા શરુ કરતા આવનાર સમયમાં ઈમર્જન્સીમાં દેશના કોઈપણ છેડે કલાકોમાં દર્દીને સલામત રીતે સ્થળાંતરિત કરી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply