Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના 28 ગામને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઇ વ્હીકલ ફાળવવામાં આવ્યા

Live TV

X
  • બનાસકાંઠાઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના 28 ગામને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઇ વ્હીકલ ફાળવવામાં આવ્યા

    સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના 28 ગામને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઇ વ્હીકલ ફાળવવામાં આવ્યા છે. તમામ 28 ગામના સરપંચ તથા તલાટીઓની હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે આ ઇ-વ્હીકલને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. તેમાં પાલનપુર તાલુકાના  પારપડા, બાદરગઢ અને વડગામ તાલુકાના મુમનવાસ, છનીયાણા ગામના સરપંચોને ઈ વ્હીકલ અર્પણ કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ઇ-વ્હીકલને કારણે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની સુવિધા બનાસકાંઠા જિલ્લાના ગામોને મળશે, જેથી ગામડાઓમાં સ્વચ્છતા જળવાશે. તેમજ આ વાહનો પેટ્રોલ અને ડિઝલ પર નિર્ભર ન હોવાને કારણે પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply