Skip to main content
Settings Settings for Dark

ખેડા જિલ્લાના નડિયાદ સંતરામ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • ખેડા જિલ્લાના નડિયાદ સંતરામ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

    ખેડા જિલ્લાના નડિયાદ સંતરામ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ ખાતે નગરપાલિકા વોર્ડ નંબર - 7 થી 13 વિસ્તારનો નવમા તબક્કાનો લીમડા ચોક, સંતરામ મંદિર ચોગાન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

    સેવા સેતુ કાર્યક્રમમાં સરકારમાં ચાલતી તમામ યોજનાનો સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમકે આયુષ્માન કાર્ડ, આરોગ્ય લક્ષી યોજનામાં મા અમૃતમ કાર્ડ, જન્મ મરણના દાખલા, આવકના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ ના લાભ લોકોને સ્થળ ઉપર જ આપવામાં આવ્યા. હતા. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સેવાસેતુ સ્થળની મુલાકાત લઈ ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કરી નાગરિકોની સુવિધા હેતુ જરૂરી સૂચન કર્યા હતા. અને લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

    આ પ્રસંગે કારોબારી ચેરમેન પરીનભાઈ, શહેર સંગઠન પ્રમુખશ્રી તેજસભાઇ, ઉપપ્રમુખ  કલ્પેશભાઈ, પક્ષના નેતા  શિલ્પનભાઈ, દંડક  કીંતુભાઈ, નગરપાલિકાના કાઉન્સિલરો, સંગઠન અને વિવિધ મોરચાના પ્રમુખ સહિત ટીમના પદાધિકારીઓ, સબંધિત વહીવટી તંત્રના અધિકારીઓ, અગ્રણી કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply