Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: રાણીપમાં રામમંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આપી હાજરી

Live TV

X
  • અમદાવાદ: રાણીપમાં રામમંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આપી હાજરી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં રાણીપ ખાતે નવનિર્માણ થયેલ શ્રી રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, રાણીપ વિસ્તારમાં નવ નિર્માણ થયેલ મંદિરમાં હું પહેલા દર્શન કરીને મારા શુભ કાર્યની શરૂઆત કરતો હતો. આજે આ મંદિરનું આટલું ભવ્ય અને સુંદર નિર્માણ થશે તેની મને કલ્પના નહોતી. તેમણે આ મંદિરની અદભુત રચના બદલ તમામ સભ્યો અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરતા જણાવ્યું હતું કે, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આપણે 500 વર્ષથી રાહ જોતા હતા, તેને સંપન્ન કરવાનું કાર્ય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના અનેક વીર સપૂતોની મહેનત અને બલિદાને કર્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને મંદિરના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, નારણપુરા ધારાસભ્ય જીતુભાઈ પટેલ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply