મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકે યોજાશે. આ રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. 25મી જાન્યુઆરીએ સવારે 7:30 થી 10 કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-2, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે 3:00 કલાકે યોજાતો હોય છે.
આગામી ગુરૂવાર, તા. 25મી જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે 12:30 કલાકે યોજાવાનો છે તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.
