બનાસ ડેરીએ 52મી વાર્ષિક વર્ચ્યુલ સાધારણ સભામાં પશુપાલકો માટે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું
Live TV
-
બનાસ ડેરીની 52મી વાર્ષિક વર્ચ્યુલ સાધારણ સભા યોજાઈ હતી. જિલ્લામાં સાડા ત્રણ લાખ પશુપાલકો ધરાવતી અને રોજના 55 લાખથી વધુ લીટર દૂધ એકત્ર કરતી બનાસડેરી ની આ સભા કોરોના સંક્રમણના લીધે વર્ચ્યુઅલ ઓનલાઇન માધ્યમથી યોજાઇ હતી.જેમાં બનાસ ડેરીએ ,પશુપાલકો માટે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ પશુપાલકોને દૂધના ભાવફેર પેટે ચૂકવાશે. જેના લીધે પશુપાલકોને ફેટ દીઠ 800 રૂપિયા જેટલો ઊંચો ભાવ આપવામાં આવશે. ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરી તેની કુલ આવકમાંથી 82 ટકા રૂપિયા પશુપાલકો પાછળ ખર્ચે છે. જેના લીધે આ ડેરી પર પશુપાલકોનો વિશ્વાસ વધ્યો છે અને ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર છેલ્લાં પાંચ વર્ષ માં બમણું થઈ જતા કુલ ટર્નઓવર વાર્ષિક 12 હજાર કરોડે પહોંચી ચુક્યું છે.
