અમદાવાદ : તથાસ્તુ સંસ્થા દ્વારા બે દિવસીય સાયન્ટિફિક ગર્ભસંસ્કાર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
Live TV
-
અમદાવાદ શહેરમા તથાસ્તુ સંસ્થા દ્વારા બે દિવસીય સાયન્ટિફિક ગર્ભસંસ્કાર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.આ સાયન્ટિફિક ગર્ભસંસ્કાર એ આપણી પ્રાચિન પરંપરા આધારિત વૈજ્ઞાનિક પધ્ધતિથી ગર્ભધારણ કરવા માટેની સર્વશ્રેષ્ઠ પધ્ધતિ છે. તંદુરસ્ત અને મેઘાવી પ્રતિભા ધરાવતા ઈચ્છિત સંતાન પ્રાપ્તિ માટે આ પધ્ધતિ પર ઘણા વૈજ્ઞાનિક સંશોધન પણ થયેલા છે.સારા આરોગ્ય, બુદ્ધિ, પ્રેમ અને સંસ્કૃતિના વારસાના મેળવેલા સંસ્કારના સિંચનથી , જન્મેલા સંતાનો , પરિવારની સાથે સાથે સમાજ અને રાષ્ટ્રનુ પણ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.આ બે દિવસીય સેમિનારમા સગર્ભા સ્ત્રીઓની તંદુરસ્ત ગર્ભાવસ્થા અને ઞર્ભાશયમા બાળકના વિકાસ એ વિષય પર 1500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. છેલ્લા દસ વર્ષથી વિશ્વભરમાં આ સંસ્થા દ્વારા આ ગર્ભધાન સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને હજારો યુગલોએ આ ભારતીય વૈજ્ઞાનિક પધ્ધતિને અનુસરણ કરીને પ્રતિભાશાળી સંતાનોના માતાપિતા બન્યા હોવાનું ડોકટર મેઘાશાહે જણાવ્યું હતું.
