Skip to main content
Settings Settings for Dark

બાંધણી-પટોળાને 'લોકલ ટુ ગ્લોબલ' બનાવવાનું માધ્યમ બનતી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'

Live TV

X
  • ગુજરાત સરકાર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સમાન હસ્તકલા અને ગ્રામોદ્યોગને આધુનિક ટેકનોલોજી તથા વૈશ્વિક બજાર સાથે જોડવા માટે સતત નવીન પ્રયાસો કરી રહી છે.

    રાજકોટમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : સૌરાષ્ટ્ર-કચ્છ' ખાતે બીજા દિવસે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 'હસ્તકલા સેતુ યોજના' અંતર્ગત 'વિરાસતને વૈશ્વિક તકો સાથે વણવી : બાંધણી અને પટોળા માટે ડિઝાઇન ઇનોવેશન, પેકેજિંગ અને નિકાસની સજ્જતા' વિશે સેમિનાર યોજાયો હતો.

    આ સેમિનારમાં કુટીર ઉદ્યોગના કમિશનર અને અગ્ર સચિવ મોહમ્મદ શાહિદે શાબ્દિક સ્વાગત કર્યું હતું. સત્ય રંજન આચાર્ય (ઈ.ડી.આઈ.આઈ.)એ પ્રાસંગિક ઉદબોધનમાં કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી, તેમજ બટન મસાલા કંપનીના ફેશન ડિઝાઇનર અનુજ શર્માએ પરંપરાગત હસ્તકલાને આધુનિક ડિઝાઇન સાથે સાંકળવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આપણી વિરાસતને વર્તમાન સમય સાથે જોડીને ફેશન જગતમાં સર્જનાત્મક પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો હતો.આ ઉપરાંત, એન.આઈ.ડી.ના ફેકલ્ટી સુચરિતા બેનીવાલે બ્રાન્ડિંગ અને પેકેજિંગ દ્વારા ઉત્પાદનનું મૂલ્ય વધારવા વિષયક ચર્ચા કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે, આકર્ષક પેકેજિંગની સાથેસાથે ગ્રાહકોમાં બ્રાન્ડ પ્રત્યે વિશ્વાસ ઊભો કરવો જરૂરી છે, તેમજ બાંધણી અને પટોળા ડિઝાઇનના સરસ ફોટોગ્રાફ સાથે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વેચાણ વધારવાના પ્રયોગો જણાવ્યા હતા. 

    વધુમાં, એફ.આઇ.ઈ.ઓ.ના એડિશનલ ડાયરેક્ટર જનરલ  સુવિધ શાહે કારીગરો અને સાહસિકોને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારો માટે તૈયાર કરવા માટે આવશ્યક સૂચનો આપ્યા હતા. તેમણે વ્યવસાયની વૃદ્ધિ માટે જરૂરી કૌશલ્ય અને વિદેશમાં નિકાસની તકો વિશે જણાવી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ કુટીર ઉદ્યોગના નાયબ સચિવ યોગીના પટેલે આભારવિધિમાં 'હર ઘર સ્વદેશી' અભિયાનમાં સહભાગી બનવા બદલ કારીગરોનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.આ તકે પ્રશ્નોત્તરીમાં નિષ્ણાતોએ ડિઝાઇનિંગ, બનાવટ, વેચાણ, ઓનલાઇન માર્કેટ, જી.આઇ. ટેગ, સહિતના પ્રશ્નોની ચર્ચા કરી તેના ઉકેલ આપ્યા હતા. અહીં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાંથી 70થી વધુ કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આમ, 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' બાંધણી-પટોળાને 'લોકલ ટુ ગ્લોબલ' બનાવવા અને ગુજરાતની વિરાસત અને કલા-કસબને વૈશ્વિક ફલક પર વિસ્તારવાનું માધ્યમ બની છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply