ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અડાલજની ઐતિહાસિક વાવની લીધી મુલાકાત
Live TV
-
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી.જ્યાં તેઓ વાવના બાંધકામ અને નકશી કામને નિહાળી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે તેમની સાથે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર, ભારત સ્થિત જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન, કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રોટોકોલના ચીફ અમિતકુમાર, ગુજરાત સરકારના પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ, ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ સંકેતસિંહ વાઘેલા, આર્કિયોલોજી વિભાગના બરોડા સર્કલના એસ.એ.એ.એસ.આઇ. શુભમ મજુમદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
