Skip to main content
Settings Settings for Dark

બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા ખડેપગે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર

Live TV

X
  • એક વર્ષના બાળકને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરતી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના

    રાજ્યના કોઈ પણ વિસ્તારના મધ્યમવર્ગીય પરિવારના અને ગંભીર બીમારી ધરાવતા બાળકોના આરોગ્યની રક્ષા કરી રહી છે રાજ્ય સરકાર તેનું એક ઉત્તમ ઉદાહરણ ઉપલેટા તાલુકામાં સામે આવ્યું છે. ખારચીયા ગામનાં રહેવાસી બાળક આદેશ મુરીયાના કે જેની ઉમર માત્ર ૧ વર્ષની છે, તેની તબિયત બગડી ત્યારે પરિવાર આખો હોસ્પિટલે દોડી ગયો. 

    પરંતુ બાળકમાં જોવા મળતા લક્ષણો અસામાન્ય જણાતાં સ્થાનિક ડોકટરે બાળકની તપાસ જુનાગઢ હોસ્પિટલ ખાતે કરાવવાનું જણાવ્યું. ત્યાં 4D તપાસ દરમિયાન હૃદય ડાબી બાજુએ ન હોવાની અને હૃદયમાં કાણું હોવાની જાણ થતા આદેશની માતા લીલાબેન અને કારખાનામાં કામ કરતાં પિતા જગદીશભાઈની માથે તો આભ તુટી પડયું. 

    આ સંજોગોમાં તેમનાં પુત્રનાં સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન આપતી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે નાણાકીય અને માનસિક બન્ને રીતે તેમને મજબૂત બનાવ્યા, અને જરૂર જણાતા આદેશનું ઓપરેશન કરાવવા પણ રાજી કર્યા, જેના પરિણામ સ્વરૂપ હાલ આદેશ તેના પરિવારજનો સાથે હસતો કુદતો રમી રહ્યો છે. ડો. હીરેન ટાંક અને અમદાવાદની યુ. એન મહેતા હોસ્પિટલના સ્ટાફએ પણ પૂર્ણ સહયોગ આપ્યો હતો. સરકારની આર.બી એસ.કે. યોજના દ્વારા આદેશનું જીવન બચાવવા યોગ્ય સમયે મળેલી સારવાર બદલ તેના પરિવારે સરકારનો આભાર માન્યો હતો.
              
    આદેશના પરિવારના સભ્ય મનિષાબહેન જણાવે છે કે, તેમને પણ પોતાના ૧ વર્ષના પુત્ર માટે એક પણ નાણાંનો ખર્ચ કરવો પડ્યો નથી. ઉપરથી આર.બી એસ.કે. ની ટીમ દ્વારા હોસ્પિટલથી ઘર સુધી આવવા-જવા માટેના ૭૦૦ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અમલમાં મૂકેલી આ યોજનાથી બાળકોના મૃત્યુ દરમાં ઘણી મોટી સંખ્યામાં ઘટાડો થયો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે આર.બી.એસ.કે ની ટીમ ગામડાથી લઈને જિલ્લા સુધી કાર્યરત છે. જેમના આરોગ્યકર્મીઓ દ્રારા અપાતુ સચોટ નિદાન, માર્ગદર્શન અને સારવાર દ્વારા ગંભીર બીમારી ધરાવતા બાળકનુ જીવન સામાન્ય બાળકની જેમ જીવવુ શકય બને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply