ગાંધીનગરના ચિલોડા ખાતે 'સફાઈ થકી શ્રમદાન' કાર્યક્રમનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાયો
Live TV
-
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ગાંધીનગરના ચિલોડા ખાતે 'સફાઈ થકી શ્રમદાન' કાર્યક્રમનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે ચિલોડા ગામની શેરીમાં પડેલા કચરાની સફાઇ કરીને આ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. તેઓએ પોતે કચરાની સફાઇ કર્યા બાદ તેની કચરાપેટીમાં પણ ભરી લીધો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ગાંધીનગર ધારાસભ્ય, ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિત અગ્રણીઓ ગામના અગ્રણી અને ગ્રામજનો આ સફાઈ કાર્યમાં સહભાગી બન્યા હતા.
