બોટાદઃ નાગનેસ ગામના ખેડૂતે સિઝનેબલ 70 પ્રકારના ફળો ,ફૂલ અને શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી
Live TV
-
બોટાદઃ નાગનેસ ગામના ખેડૂતે સિઝનેબલ 70 પ્રકારના ફળો ,ફૂલ અને શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી
બોટાદના રાણપુરના નાગનેસ ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. આ ખેડૂત પોતાના ખેતરમાં ઋતુગત 70 પ્રકારના ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી કરી વર્ષે લાખો કમાય છે. નાગનેશ ગામના ખેડૂત જાદવ નરોતમભાઈએ વર્ષ 2017થી પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને આજે મબલખ પાક મેળવી રહ્યા છે. તેમણે પોતાના 10 વીઘાના ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરુઆત કરી અને આજે તેઓ કેરી, શેરડી, સરઘવો, જામફળ, ફૂલ સહિત આશરે 60 પ્રકારની સિઝનેબલ શાકભાજી અને ફળોની ખેતી કરી રહ્યા છે. તેઓ આ પાકનું વેચાણ અમદવાદ સહિત અન્ય જિલ્લાઓ કરી રહ્યા છે.
