ડાંગ જિલ્લાના ભીસ્યા ગામે વિકસિત ભારત સંકલ્ય યાત્રા યોજાઈ
Live TV
-
ડાંગ જિલ્લાના ભીસ્યા ગામે વિકસિત ભારત સંકલ્ય યાત્રા યોજાઈ
ડાંગ જિલ્લાના ભીસ્યા ગામે વિકસિત ભારત સંકલ્ય યાત્રા યોજાઈ હતી. તેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વીડિયો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 'મેરી કહાની મેરી જુબાની' હેઠળ અલગ અલગ યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશ ચૌધરીએ કહ્યું કે, ભારત વિકસિત સંકલ્ય યાત્રાનો હેતુ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાવાનો છે.
