7 ડિસેમ્બરના રોજ આણંદમાં યોજાનાર પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં 1500 થી વધુ વ્યક્તિઓ ભાગ લેશે
Live TV
-
રાજ્ય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની બાબતમાં ઉચ્ચ ક્રમાંકિત રાજ્યોમાંનું એક છે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
"કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્ર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થ નો લાભ" આ વિષય પર આગામી, 7 ડિસેમ્બર ના રોજ આણંદમાં પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર યોજાશે. આ કાર્યક્રમ, સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે માળખાકીય અને લોજિસ્ટિક ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડશે.
આ પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં ત્રણ સત્રો યોજાશે. દેશભરમાંથી 1500 થી વધુ ઉદ્યોગ, શિક્ષણ અને સરકારનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ, આ કાર્યક્રમમાં ભાગ લેશે.
વધુ માહિતી આપતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, “ગુજરાત રાજ્ય વૈવિધ્યસભર કૃષિ અને બાગાયતી પાકોના ઉત્પાદનનોની વિશાળ શ્રેણી અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ મજબૂત સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. રાજ્ય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની બાબતમાં ઉચ્ચ ક્રમાંકિત રાજ્યોમાંનું એક છે.
