Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના હસ્તે I- HUB નું કરાયું ઉદ્ઘાટન

Live TV

X
  • યુવાનોના ઇનોવેટિવ અને ઇન્ટેલેક્ચુઅલ આઇડિયાઝને પ્લેટફોર્મ આપવા અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવન ઊભું કરાયું. ભવનમાં એકસાથે 5000 જેટલા સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવાની ક્ષમતા.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે i-Hub કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. અદાંજે 100 કરોડના ખર્ચે 1.5 લાખ ચોરસમીટર વિસ્તારમાં નિર્મિત i-Hub ખાતે સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમને વેગ આપવા 12થી વધુ ફ્લેગશીપ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. અહીં એકસાથે 500થી વધુ સ્ટાર્ટઅપ કામ કરી શકશે.

    ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન હબ રાજ્યમાં એન્ડ-ટુ-એન્ડ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા શિક્ષણ વિભાગના ફ્લેગશીપ ઇન્સ્ટિટ્યુટ તરીકે ભૂમિકા ભજવશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ માટે કાનૂની, નાણાંકીય, ટેકનીકલ, ઇન્ટે-લેક્ચુ-અલ પ્રોપર્ટી રાઈટ્સ સહિતના તમામ મુદ્દે પદ્ધતિસરનું માર્ગદર્શન પૂરુ પડાશે.

    વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવતા અત્યાધુનિક i-Hub ભવનનું નિર્માણ નોલેજ કોન્સો-ર્ટિયમ ઓફ ગુજરાતના કેમ્પસમાં કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply