Skip to main content
Settings Settings for Dark

બ્રિટિશ નાગરિકોને સ્વદેશ જવા માટે અમદાવાદથી ખાસ 3 ફ્લાઇટની કરાઇ વ્યવસ્થા

Live TV

X
  • દેશ-દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, આ વાયરસના કારણે દુનિયાના મોટા ભાગના દેશોએ પોતાના લોકડાઉન જાહેર કરી દીધુ છે અને કેટલાક દેશોની સરકાર આજે પણ પોતાના નાગરીકોને પરત લાવવા માટે મંથામણ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પરત મોકલવા માટે ખાસ 3 ફ્લાઇટની વ્યવસ્થા કરી આપી છે. 

    દેશમાં વધતા કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન આપ્યું છે આ કારણે દેશમાં ગણા વિદેશી નાગરીકો પણ ફસાઇ ગયા છે.  ત્યારે આ તમામ નાગરિકોને પોતાના દેશમાં પરત મોકલવા માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉપડશે. 

    ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી 3 ફ્લાઇટ બ્રિટિશ જવા રવાના થશે જેમાં પ્રથમ ફ્લાઇટ 13 અને 15 એપ્રિલે અમદાવાદથી કુલ 2 ફ્લાઇટ ઉપડશે, ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદથી વાયા અમદાવાદ થઈ લંડન જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply