ભાંડુત ગામ રાજયનું સૌપ્રથમ 100% સોલાર પંપ સંચાલિત ડિઝલ મુક્ત ગામ બન્યુ
Live TV
-
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલું ભાંડુત ગામ રાજ્યનુ સૌ પ્રથમ 100% સોલાર પંપ સંચાલિત ડિઝલપંપ મુકત ગામ બન્યું છે.
'ગો ગ્રીન' ના મુદ્દાને સાર્થક કરતું ભાંડુત ગામ એક આગવું આકર્ષણ છે. ભાંડુત ગામ ડિઝલપંપ મુકત બનવાથી ગામનાં ખેતી કરતા 400 ખેડૂતોને સીધો ફાયદો થયો છે. સોલાર પંપમાં બળતણની કોઈ જરૂરિયાત રહેતી ન હોવાથી પર્યાવરણને અનુકૂળ છે. આજે 'ભાંડુત ગામ' સફળ ટકાઉ કૃષિ ઇકોસિસ્ટમનું એક ઝળહળતું ઉદાહરણ બની ગયું છે. જે ભારતના અનેક ગામો માટે પ્રેરણારૂપ એક મોડેલ બન્યું છે.
