નડિયાદ ખાતે રાષ્ટ્રીય એકતા દોડની સાદાઈથી કરાઈ ઉજવણી
Live TV
-
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 147 મી જન્મ જ્યંતી નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાષ્ટ્રીય એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે મોરબી હોનારત બાદ આ ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી.
આ એકતા દોડમાં નહેરુ યુવા કેન્દ્ર ખેડા જીલ્લાના યુવાનો તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રમતવીરોએ ભાગ લીધો હતો. નહેરુ યુવા કેન્દ્રના મહેશ રાઠવા, જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મુખ્ય કોચ ડો. મનસુખ તાવેથીયા, અક્ષય મકવાણા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લઈ રહેલા રમતવીરો, કોચ, તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ દોડમાં જોડાયા હતા. સરદાર પટેલના જન્મ સ્થળે વંદન કર્યા હતા અને આ રાષ્ટ્રીય એકતા દોડ પુરી થઈ હતી.
