Skip to main content
Settings Settings for Dark

ભાજપાએ આરંભી આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ

Live TV

X
  • ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવવા ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે

    ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની આગામી ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવવા અમદાવાદમાં ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રાજ્યના આગેવાનો સાથે લોકસભા ચૂંટણી જીતવા માટે અને ઉમેદવારોની પસંદગી અંગે અમદાવાદ આવીને કરેલી ચર્ચા દરમિયાન લોકસંપર્ક અને સામાજિક સમરસતાના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખ્યા હતા. ચિંતન શિબિર માં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશ, કેન્દ્રીય મંત્રીઓ પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને હરિભાઈ ચૌધરી સહિત ભાજપના 35 આગેવાનો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના મન કી બાત કાર્યક્રમ ને સાંભળી ને ચિંતન બેઠક ની શરૂઆત થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply